Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે દુ:ખ સહન કરવામાં તારો ભાગ લે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુ:ખ સહન કર.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 આપણને જે મુશ્કેલીઓ પડે છે તેમાં તું સહભાગી થા. ખ્રિસ્ત ઈસુના એક સારા સૈનિકની જેમ એ મુશ્કેલીઓ તું સ્વીકારી લે.

See the chapter Copy




2 તિમોથી 2:3
20 Cross References  

સૈનિકોએ તેના હુકમનો અમલ કર્યો. તેઓ પાઉલને લઈને એ જ રાત્રે એન્ટીપાટ્રીસ આવ્યા.


પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.


શું લશ્કરમાં કોઈ સૈનિક પોતાનો ખર્ચ ઉઠાવે છે? શું કોઈ ખેડૂત પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષ નહિ ખાય? ભરવાડ પોતાનાં ઘેટાંનું દૂધ નહિ પીએ?


જો અમે દુ:ખ સહન કરતા હોઈએ, તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે, તો તેથી તમને પણ દિલાસો મળે છે; જેથી જે દુ:ખો અમે સહન કરીએ છીએ, તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે.


મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો,


ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ખ્રિસ્ત ઈસુમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલા પાઉલ તરફથી,


પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહિ. તેમને લીધે હું કેદી હોવાથી મારે લીધે તું શરમાઈશ નહિ. એને બદલે, શુભસંદેશને માટે દુ:ખ સહન કરવામાં ભાગ લે, અને ઈશ્વર તને બળ આપશે.


આ જ કારણથી ઈશ્વરના પસંદ કરાયેલા લોકને લીધે હું સઘળું સહન કરું છું; જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુમાં મળતો ઉદ્ધાર અને સાર્વકાલિક મહિમા પ્રાપ્ત કરે.


તે શુભસંદેશ પ્રગટ કરવાને લીધે હું દુ:ખ સહન કરું છું. હું સાંકળોથી બંધાયેલો છું, પણ પ્રભુનો સંદેશ બંધનમાં નથી.


મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.


પણ તારે સર્વ સંજોગોમાં મનમાં સ્વસ્થ રહેવું, દુ:ખ સહન કરવું, શુભસંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી.


અને તેના ઘરમાં મળતી મંડળી તથા આપણી બહેન આફિયા અને સાથી સૈનિક આર્ખિપસને શુભેચ્છા.


તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ.


વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


ઇઝરાયલીઓની પ્રત્યેક પેઢીના લોકો અને તેમાંય વિશેષે કરીને જેઓ પહેલાં ક્યારેય યુદ્ધમાં ગયા ન હોય તેમને તેમણે લડાઈનો અનુભવ આપવા માટે એ પ્રજાઓને રહેવા દીધી.


Follow us:

Advertisements


Advertisements