Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તારાં આંસુઓ સંભારતાં હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય.

See the chapter Copy




2 તિમોથી 1:4
19 Cross References  

અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ.


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”


યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.


તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ


તમને મળવાની મને બહુ ઇચ્છા છે; કારણ, મારે તમને દૃઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે.


એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


તે તમારા સૌની મુલાકાત લેવાને ઘણો આતુર છે. તે માંદો છે એવું તમે સાંભળ્યું છે તેથી તે ઉદાસ છે.


મારા ભાઈઓ, થોડા સમયને માટે અમે તમારાથી જુદા પડયા હતા; જો કે અમે મનથી તો નહિ, પણ ફક્ત શારીરિક રીતે જ તમારાથી જુદા પડયા હતા. તમારી ખોટ સાલવાથી તમને ફરી મળવાને અમે કેવો પ્રયત્ન કર્યો!


શિયાળા પહેલાં અહીં આવવાને પ્રયત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લિનસ, કલાદિયા તથા સર્વ ભાઈઓ તને શુભેચ્છા પાઠવે છે.


મારી પાસે જલદી આવવાને તારાથી બનતું બધું કરજે.


અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ.


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.”


Follow us:

Advertisements


Advertisements