Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 1:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 (પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] કેટલી બધી સેવા બજાવી, એ તું સારી રીતે જાણે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

18 મારી પ્રાર્થના છે કે તે દિવસે પ્રભુ ઓનેસિફરસને દયા બતાવશે. તું તો જાણે છે જ એફેસસમાં ઓનેસિફરસે મને કઈ કઈ રીતે મદદ કરી હતી.

See the chapter Copy




2 તિમોથી 1:18
26 Cross References  

પછી તેણે મોટેથી પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, મારા ઈશ્વર, તમે આ વિધવા પર આવી આફત કેમ આણી છે? તેણે મારી સારસંભાળ લીધી છે અને તમે હવે તેના પુત્રને મારી નાખ્યો છે!”


આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું.


“આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે.


હેરોદના કારભારી ખૂઝાની પત્ની, યોહાન્‍ના, સુસાન અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. તેઓ પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી.


એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.


એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.


આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે.


પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ.


પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે, અને કોનું બાંધક્મ સાચું છે તે બતાવી અપાશે.


યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી.


પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે


છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.


મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


ઓનેસિફરસના કુટુંબને પ્રભુ શાંતિ બક્ષો. કારણ, ઘણી વખતે તેણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું જેલમાં હતો તેને લીધે તે શરમાયો નહિ.


પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો.


તુખિક્સને મેં એફેસસ મોકલ્યો છે.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


એ જ ઉદ્ધારને માટે ઈશ્વરના સંદેશવાહકોએ ખંતથી શોધ અને તપાસ કરી હતી અને ઈશ્વર તમને આ બક્ષિસ આપશે તે વિષે ભવિષ્યકથન કહ્યું હતું.


એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે:


Follow us:

Advertisements


Advertisements