Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 6:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જે કોઈ જુદા પ્રકારનો સિદ્ધાંત શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો તથા ધર્મ શિક્ષણ સાથે સંમત થતો નથી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જે કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે.

See the chapter Copy




1 તિમોથી 6:3
19 Cross References  

મૃદુવાણી ઉચ્ચારનાર જીભ જીવનદાયક વૃક્ષ સમાન છે; પણ કડવા શબ્દો મન ભાંગી. નાખે છે.


તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.


મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.


કેટલાક માણસો આ બાબતો ચૂકી ગયા છે અને અર્થવિહીન ચર્ચાઓ તરફ વળ્યા છે.


મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.


એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે.


ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે.


તે સિદ્ધાંત પ્રમાણેના ભરોસાપાત્ર સંદેશને વળગી રહેનાર હોવો જોઈએ. આ રીતે તે બીજાઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરશે અને એ સંદેશના વિરોધીઓના દુર્મતનું ખંડન કરી શકશે.


આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.


Follow us:

Advertisements


Advertisements