Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય.

See the chapter Copy




1 તિમોથી 3:7
21 Cross References  

ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે;


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


“ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા.


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય.


જેઓ આપણી સંગતની બહાર છે તેમનો હું ન્યાય કરવા માગતો નથી. એમનો ન્યાય તો ઈશ્વર કરશે. પણ શું તમે તમારી જ સંગતના માણસોનો ન્યાય કરી શક્તા નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “તમે તમારી સંગતમાંથી એ દુષ્ટને દૂર કરો.”


અમારા સેવાકાર્યમાં કોઈ દોષ ન કાઢે તે માટે અમે કોઈના માર્ગમાં કશી હરક્તો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી,


માત્ર પ્રભુની દૃષ્ટિમાં જ નહિ, પણ માણસોની દૃષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે.


અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો.


એ રીતે, જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહિ.


અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ, રખેને તે અભિમાની બની જાય અને શેતાનના જેવી સજા વહોરી લે.


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.


અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.


તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.


ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.


દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે.


મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.


Follow us:

Advertisements


Advertisements