Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સ્ત્રીઓ પણ મર્યાદાશીલ અને સૌમ્ય વસ્ત્રો પહેરે. વાળની ગૂંથણી, સોનાનાં અને મોતીનાં આભૂષણો કે કિંમતી કપડાંથી નહિ,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એમ જ સ્‍ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્‍ત્રથી પોતાને શણગારે. ગૂંથેલા વાળથી તથા સોના કે મોતી [ના અંલકાર] થી કે, કિંમતી પોશાકથી નહિ,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 હુ એ પણ ઈચ્છું છું કે સ્ત્રીઓ એવાં કપડાં પહેરે કે જે એમના માટે યોગ્ય હોય. સન્માનનીય અને ઉચ્ચ વિચારો જળવાય એ રીતે સ્ત્રીઓએ કપડા ધારણ કરવાં જોઈએ. તેમણે પોતાના વાળ કલાત્મક અને આકર્ષક રીતે ગૂંથેલા હોવા ન જોઈએ. તેમજ પોતાને સૌદર્યવાન બનાવવા માણેક-મોતી કે સોનાના આભૂષણો કે કિમતી પોષાકોનો ઉપયોગ નહિ કરવો જોઈએ.

See the chapter Copy




1 તિમોથી 2:9
20 Cross References  

પછી સોનાચાંદીનાં દાગીના તથા વસ્ત્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈને અને તેની માતાને પણ કીમતી દાગીના આપ્યા.


યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી.


ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.


કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્‍ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે.


તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે.


શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે.


તે સ્ત્રી તેને ત્યાં જ મળી; તે વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ હતી અને તેના મનમાં કપટ હતું.


પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે.


તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


હે યરુશાલેમ, તું શું ધારે છે? તું શા માટે જાંબલી વસ્ત્રો પહેરે છે? શા માટે તું સોનાના અલંકારોથી પોતાને શણગારે છે અને તારી આંખો ક્જલ આંજી સજાવે છે? તું પોતાને શણગારે છે, પણ એ વ્યર્થ છે; કારણ, તારા પ્રેમીઓ તારી ઘૃણા કરે છે, તેઓ તો તારો જીવ લેવા ટાંપી રહ્યા છે.


તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.


પણ ભક્તિભાવી સ્ત્રીને શોભે તેવાં સારાં કાર્યોથી પોતાને શણગારે.


Follow us:

Advertisements


Advertisements