Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક બનવા માંગે છે, પણ તેમની પોતાની જ વાતો અને જે બાબતો વિષે તેઓ બહુ જ ખાતરીથી બોલે છે તે પોતે જ સમજતા નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓ નિયમશાસ્‍ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.

See the chapter Copy




1 તિમોથી 1:7
20 Cross References  

તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


આથી તેમણે ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી. તેથી ઈસુએ તેમને કહ્યું, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું પણ તમને નહિ કહું.


ત્રીજે દિવસે તેમણે તેમને મંદિરમાં યહૂદી ધર્મગુરુઓ વચ્ચે બેસીને તેમનું સાંભળતા અને પ્રશ્ર્નો પૂછતા જોયા.


યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે.


આ એક જ વાત મને જણાવો: નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી તમે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યો કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કરવાથી?


તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું?


જેઓ નિયમશાસ્ત્રને આધીન રહેવા માગે છે તેમને હું આ પ્રશ્ર્ન પૂછવા માગું છું: નિયમશાસ્ત્ર જે કહે છે તે તમે સાંભળતા નથી?


તે અભિમાનમાં ફુલાઈ ગયો છે અને કશું જાણતો નથી. તેનામાં માત્ર વાદવિવાદની અને શબ્દવાદની ખોટી ઇચ્છા છે. એનાથી તો અદેખાઈ, ઝઘડા, અપમાન અને કુશંકાઓ ઉત્પન્‍ન થાય છે.


એ તો હંમેશાં શીખવા છતાં સત્યને નહિ જાણી શકનારી સ્ત્રીઓ છે.


મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ ઉપદેશક બનવું નહિ. કારણ, આપણ ઉપદેશકોનો ન્યાય બીજા કરતાં વધુ કડકાઈથી થશે તેની તો તમને ખબર છે.


આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.


Follow us:

Advertisements


Advertisements