Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી [તેમ ફરીથી કરું છું] કે, તારે એફેસસમાં થોભવું, અને [ત્યાંના] કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે.

See the chapter Copy




1 તિમોથી 1:3
24 Cross References  

એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.


એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.


કારણ, મકદોનિયા અને આખાયાના પ્રદેશોની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકમાંના ગરીબોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે.


મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો.


જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ.


આ જ આજ્ઞા અને શિક્ષણ તું આપજે.


તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


તેમને આ બધી વાતો સમજાવજે, જેથી તેઓ કોઈ દોષમાં પડે નહિ.


કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


જે કોઈ જુદા પ્રકારનો સિદ્ધાંત શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો તથા ધર્મ શિક્ષણ સાથે સંમત થતો નથી,


પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.


દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.


પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.


પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે.


Follow us:

Advertisements


Advertisements