ઝખાર્યા 7:7 - પવિત્ર બાઈબલ7 જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસનાં તેનાં નગરો વસતિવાળાં અને આબાદ હતાં, ને દક્ષિણમાં તથા નીચાણના પ્રદેશમાં વસતિ હતી, ત્યારે જે વચનો મેં આગલા પ્રબોધકોની મારફતે પોકાર્યાં છે તે તમારે સાંભળવાં નહિ જોઈએ?” See the chapterપવિત્ર બાઇબલ C.L.7 યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસના નગરો વસતિવાળાં તથા આબાદ હતાં અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતાં, ત્યારે જે વચનો યહોવાહે અગાઉના પ્રબોધકોના મુખે પોકાર્યાં હતાં તે એ જ ન હતાં?” See the chapter |