રોમનોને પત્ર 7:3 - પવિત્ર બાઈબલ3 પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હવે પતિના જીવતાં જો તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારણી નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પણ તેનો પતિ જીવંત હોય, ત્યારે જો તે બીજા પુરુષની સાથે રહે, તો તેણે વ્યભિચાર કર્યો કહેવાય. પણ જો તેનો પતિ મરી જાય, તો તે નિયમથી છૂટી છે, અને જો તે બીજા પુરુષ સાથે પરણે, તો વ્યભિચાર કર્યો ન કહેવાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી. See the chapter |