રોમનોને પત્ર 4:17 - પવિત્ર બાઈબલ17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.” દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.) See the chapterપવિત્ર બાઇબલ C.L.17 ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’. See the chapter |