Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:16 - પવિત્ર બાઈબલ

16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તોપણ જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તે જ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 ગમે તે હોય, જે રીતે આપણે અત્યાર સુધી અનુસર્યા છીએ તે જ રીતે આગળ વધીએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:16
14 Cross References  

એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.


ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે.


તમે સારી રીતે દોડી રહ્યા હતા. તમે સત્યથી આજ્ઞાંકિત હતા. તમને કોણે હવે વધુ લાંબા સમય માટે સત્યનો માર્ગ નહિ અનુસરવા સમજાવ્યા?


જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.


એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો.


જો તમારાંમા આ સર્વ હોય, તો હું તમને મારા માટે કંઈક કરવા વિનવું છું. જે મને આનંદથી ભરી દેશે. હું તમારી પાસે માગું છું કે એક જ અને એક સરખા વિશ્વાસમાં તમારા બધાના માનસ એક અને સંગઠીત કરો, એકબીજા પ્રત્યેના પ્રેમ માટે, એકબીજા સાથે સહમત થવાની બાબતમાં અને સમાન હેતુ સાધવા, સાથે રહીને એક અને સમાન વિચારના બનો.


હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું.


તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો.


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો.


તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.


Follow us:

Advertisements


Advertisements