Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 1:28 - પવિત્ર બાઈબલ

28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને વિરોધીઓથી જરા પણ બીતા નથી:એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી ઈશ્વરથી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 1:28
24 Cross References  

“ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.


જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”


દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”


યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”


ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ, મારું કહ્યું સાંભળો! લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ, લોકનિંદાથી ડરશો નહિ,


“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.


ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.”


પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’”


“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે.


“હે યહૂદિઓ, હું તમને જણાવવા ઈચ્છું છું કે દેવે બિનયહૂદિ લોકો માટે તેનું તારણ મોકલ્યું છે. તેઓ ધ્યાનથી સાંભળશે!” [


જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.


અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો.


તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?”


તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.


Follow us:

Advertisements


Advertisements