ગણના 35:6 - પવિત્ર બાઈબલ6 તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને જે નગરો તમે લેવીઓને આપો તેઓ [માં] છ આશ્રયનગરો હોય, મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવાં; અને એ ઉપરાંત તમારે બેંતાળીસ નગરો આપવાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.6-7 “તમારે લેવીઓને કુલ અડતાલીસ નગરો ચરાણની જમીન સાથે આપવાનાં છે. તેમાંનાં છ આશ્રયનાં નગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો ખૂની ત્યાં નાસીને આશ્રય લઈ શકશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં. See the chapter |