ગણના 22:22 - પવિત્ર બાઈબલ22 પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તે ગયો, માટે ઈશ્વરનો કોપ સળગી ઊઠ્યો; અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો, ને તેની સાથે તેના બે ચાકર હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 બલામ તેમની સાથે ગયો. તેથી ઈશ્વરનો કોપ સળગી ઊઠયો. બલામ પોતાના બે ચાકરો સાથે ગધેડી પર બેસીને જતો હતો ત્યારે તેને રોકવાને માટે પ્રભુનો એક દૂત તેના વિરોધી તરીકે રસ્તા વચ્ચે ઊભો રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા. See the chapter |