ગણના 16:33 - પવિત્ર બાઈબલ33 તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતાં ને જીવતાં શેઓલમાં ઊતરી ગયાં. અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં, ને તેઓ સભામાંથી નાશ પામ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 તેથી તેઓ પોતાના સર્વસ્વ સાથે મૃત્યુલોક શેઓલમાં જીવતાંને જીવતાં ગરક થઈ ગયાં. ધરતી પાછી સંધાઈ ગઈ અને એ લોકોનો સમાજમાંથી ઉચ્છેદ થઈ ગયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં. See the chapter |