લૂકની લખેલી સુવાર્તા 15:4 - પવિત્ર બાઈબલ4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 “તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય? See the chapterપવિત્ર બાઇબલ C.L.4 “ધારો કે તમારામાંના કોઈની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણું ઘેટાંને ટેકરી પર ચરતાં મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય? See the chapter |