યર્મિયાનો વિલાપ 2:11 - પવિત્ર બાઈબલ11 રડી રડી આંખોનું તેજ ઘટી ગયું છે, ને મારા આંતરડા કકળી ઊઠયા છે, મારું હૃદય, લોકોના નાશને જોઇને ઓગળી રહ્યું છે; નગરનાં બાળકો રાજમાર્ગ પર મૂછિર્ત થઇ પડ્યા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્લાઓમાં મૂર્ચ્છિત થાય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે. See the chapter |