યર્મિયા 49:30 - પવિત્ર બાઈબલ30 યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 યહોવા કહે છે, હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર ભટક્યા કરો, એકાંત જગામાં વસો; કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ મસલત કરી છે, અને તમારી વિરુદ્ધ સંકલ્પ કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 પ્રભુ કહે છે, “હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર જતા રહો. બરાબર સંતાઈ જાઓ! કારણ, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ યોજના ઘડી છે અને તમારી વિરુદ્ધ નિર્ધાર કર્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યહોવાહ કહે છે; હે હાસોરના વતનીઓ, નાસો, દૂર જતા રહો, એકાંત જગ્યામાં વસો. “કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવતરું રચ્યું છે. નાસી જાઓ, પાછા જાઓ. See the chapter |