યર્મિયા 46:28 - પવિત્ર બાઈબલ28 યહોવા કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઇશ નહિ, કારણ, હું તમારી પડખે છું. જુદી જુદી પ્રજાઓની વચ્ચેં મેં તમને દેશવટો દીધો છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ચોક્કસ તમને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.” આ યહોવાના વચન છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.28 હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, કારણ, હું તમારી સાથે છું. જે જે પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા, તે બધાનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો સમૂળગો નાશ કરીશ નહિ; જો કે તમને તો મારા ન્યાયના ધોરણ પ્રમાણે શિક્ષા કરીશ અને એમાંથી તમને બાક્ત રાખીશ નહિ. હું પ્રભુ આ બોલું છું.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 યહોવાહ કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું. જે દેશોમાં મેં તમને વિખેરી નાખ્યા છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ. નિશ્ચે હું તને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.” See the chapter |