યર્મિયા 31:10 - પવિત્ર બાઈબલ10 “હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો, અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો. ‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેમને એકત્ર કરશે અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હે પ્રજાઓ, યહોવાનું વચન સાંભળો, ને દૂરના દ્વીપોમાં તે પ્રગટ કરીને કહે કે, જેમણે ઇઝરાયલને વિખેરી નાખ્યો તે તેને ભેવો કરશે, ને ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે. See the chapter |