યર્મિયા 24:9 - પવિત્ર બાઈબલ9 હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હું તે લોકોને ભયંકર સજા કરીશ તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સઘળાં રાજ્યોમાં અહીંતહીં રઝળતા ફરશે. એ માટે હું તેઓને તજી દઈશ. જે જગ્યાઓમાં હું તેઓને હાંકી કાઢીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ બનશે. ત્યાં લોકો તેઓને શાપ આપશે. See the chapter |