યાકૂબનો પત્ર 4:2 - પવિત્ર બાઈબલ2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમે કુઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શક્તા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તમે દુર્વાસના સેવો છો, પણ તે તૃપ્ત થતી નથી, અને તેથી તમે ખૂન કરો છો; તમે કેટલીક વસ્તુઓની તીવ્ર ઝંખના રાખો છો, પણ તમે તે પ્રાપ્ત કરી શક્તા નથી અને તેથી તમે ઝઘડા કરો છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. See the chapter |