ઉત્પત્તિ 4:7 - પવિત્ર બાઈબલ7 જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.7 જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.” See the chapter |