ઉત્પત્તિ 37:2 - પવિત્ર બાઈબલ2 યાકૂબના પરિવારની આ કથા છે. યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.) See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યાકૂબનો વંશ આ છે. યૂસફ સત્તર વર્ષનો થયો, ત્યારે તેના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દિકરાઓની સાથે હતો; અને યૂસફ તેઓની ભંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો. See the chapter |