ઉત્પત્તિ 19:3 - પવિત્ર બાઈબલ3 પરંતુ લોત પોતાને ઘરે પધારવા વારંવાર આગ્રહ કરતો હતો. એટલે તેઓ લોતને ઘેર જવા તૈયાર થયા. અને જયારે તેઓ લોતને ઘેર પહોચ્યાં ત્યારે લોતે પીવા માંટે કાંઈક આપ્યું. અને તેમના માંટે ખમીર વગરની રોટલી બનાવી. દેવદૂતોએ તે ખાધું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા. See the chapter |