એસ્તેર 2:14 - પવિત્ર બાઈબલ14 સાંજે તે કુમારિકા મહેલમાં જતી, અને સવારે બીજી સ્રીના જનાનખાનામાં પાછી ફરતી, જેની સંભાળ રાજાની ઉપપત્નીઓનો રક્ષક જે ખોજો શાઆશ્ગાઝની દેખરેખ હેઠળ હતી. રાજાને તે ખાસ પસંદ પડી હોય અને તેને નામ લઇને બોલાવે તે જ કુમારિકા રાજા પાસે ફરી જતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 સાંજે તે અંદર જતી, અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 સાંજે તે રાજા પાસે જતી અને સવારે બીજા રાણીગૃહમાં રાજાની રખાતોના રક્ષક અધિકારી શાઆશ્ગાઝ પાસે તે પાછી આવતી. રાજાને તે પસંદ પડી જાય તો તેને ફરી નામ દઈને બોલાવે, એ સિવાય ફરી કદી પણ તે રાજા પાસે જઈ શક્તી નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો, તેની દેખરેખ હેઠળ પાછી આવતી. અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી. See the chapter |