સભાશિક્ષક 11:5 - પવિત્ર બાઈબલ5 તું જાણતો નથી ગર્ભવતી સ્રીનાં ગર્ભમાં જીવ કેવી રીતે પ્રવેશે છે તેમ જ દેહ કેવી રીતે બંધાય છે તથા વાયુની ગતિ શી છે, તેવી જ રીતે તું તે પણ જાણતો નથી કે સર્જનહાર દેવ કઇ રીતે કાર્ય કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 ગર્ભવતીના ઉદરમાં જીવ શી રીતે પ્રવેશે છે અને શરીર કેવી રીતે આકાર લે છે તે જેમ તું નથી જાણતો તેવી જ રીતે સર્વના ઉત્પન્નર્ક્તા ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે પણ તું સમજી શક્તો નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પવનની ગતિ શી છે, તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. તેમણે સર્વ સર્જ્યું છે. See the chapter |