દાનિયેલ 6:4 - પવિત્ર બાઈબલ4 આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ. See the chapter |