દાનિયેલ 6:24 - પવિત્ર બાઈબલ24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી લાવીને તેમને, તેમનાં છોકરાંને તથા તેમની પત્નીઓને સિંહોના બિલમાં નાખ્યાં. તેઓ બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમનાં બધાં હાડકાં ભાંગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.24 પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. See the chapter |