દાનિયેલ 4:34 - પવિત્ર બાઈબલ34 મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે. તેનું અધિપત્ય અનંત છે, તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તે મુદતને અંતે મેં નબૂખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજશક્તિ મારામાં પાછી આવી, ને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો, અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી ને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર સદાકાળનો અધિકાર, ને તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે. See the chapter |