Online Bible

- Advertisements -




દાનિયેલ 12:7 - પવિત્ર બાઈબલ

7 “ત્યારે શણના વસ્ત્ર પહેરી ઉપરવાસ ઊભેલા માણસે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને દેવના સમ ખાઇને કહ્યું, ‘કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. જ્યારે પવિત્રપ્રજાની સતામણીનો અંત આવશે, ત્યારે આ બધી ઘટનાઓનો અંત આવશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે જે પુરુષ શણનાં વસ્ત્ર પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે, “કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે [મુદત] છે; અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે જે માણસ શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે, સમય, સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્રપ્રજાના સામર્થ્યનો અંત લાવશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.

See the chapter Copy




દાનિયેલ 12:7

Follow us:

Advertisements


Advertisements