પ્રે.કૃ. 9:27 - પવિત્ર બાઈબલ27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયા હતા, અને કેવી રીતે તે તેની સાથે બોલ્યા હતા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો, એ તેણે તેઓને કહી બતાવ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો, અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા, અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો, એ તેઓને કહી સંભળાવ્યું. See the chapter |