પ્રે.કૃ. 9:17 - પવિત્ર બાઈબલ17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.17 તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. See the chapter |