પ્રે.કૃ. 7:8 - પવિત્ર બાઈબલ8 “દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેમણે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો, ત્યાર પછી [ઇબ્રાહિમથી] ઇસહાક થયો, અને તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી, પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહામને સુન્નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઇસ્હાકના જન્મ પછી આઠમે દિવસે અબ્રાહામે તેની સુન્નત કરી. ઇસ્હાક યાકોબનો પિતા અને યાકોબ બારે કુળના મૂળ પૂર્વજોનો પિતા હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી ઇબ્રાહિમથી ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા. See the chapter |