૨ શમુએલ 20:1 - પવિત્ર બાઈબલ1 બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].” See the chapterપવિત્ર બાઇબલ C.L.1 હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી એવું બન્યું કે, બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે બલિયાલનો માણસ હતો તે ત્યાં હતો, તેણે દાઉદ સામે રણશિંગડું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમારે કોઈ સંબંધ નથી કે યિશાઈના દીકરા સાથે અમારો કોઈ લાગભાગ નથી. આ ઇઝરાયલના સર્વ માણસો તમે તમારા તંબુઓમાં જાઓ!” See the chapter |