Online Bible

- Advertisements -




૨ શમુએલ 19:6 - પવિત્ર બાઈબલ

6 અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે તમારા પર દ્વેષ રાખનારાઓ પર તમે પ્રેમ રાખો છો, ને તમારા પર પ્રેમ રાખનારાઓ પર તમે દ્વેષ રાખો છો. આજે તમે બતાવી આપ્યું છે કે સરદારો તથા સૈનિકો તમારી નજરમાં કંઈ જ નથી. કેમ કે આજે હું જોઉં છું કે, જો આબ્શાલોમ જીવતો રહ્યો હોત, તો તમને તે ઘણું સારું લાગત.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તમારા પર પ્રેમ રાખનારનો તમે તિરસ્કાર કરો છો અને તમારો તિરસ્કાર કરનારાઓ પર પ્રેમ રાખો છો. તમારે મન તમારા સેનાપતિઓ અને સૈનિકોનું કંઈ મૂલ્ય નથી એ તમે આજે જાહેર કર્યું છે. મને લાગે છે કે આજે આબ્શાલોમ જીવતો રહ્યો હોત અને અમે બધા મરી ગયા હોત તો તમે ખુશ હોત.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત.

See the chapter Copy




૨ શમુએલ 19:6

Follow us:

Advertisements


Advertisements