૨ શમુએલ 18:32 - પવિત્ર બાઈબલ32 પદ્ધી રાજાએ તે કૂશીને કહ્યું “શું આબ્શાલોમ સુરક્ષિત નથી?” દોડનારે જવાબ આપ્યો, “આપના બધા દુશ્મનોના અને આપની સામે બળવો પોકારનાર એ આ મૅંણસ જેવા થાઓ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 રાજાએ કુશીને પૂછ્યું, “શું જુવાન આબ્શાલોમ ક્ષેમકુશળ છે?” એટલે કુશીએ ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી રાજાના શત્રુઓ, તથા તમને હાનિ પહોંચાડવા માટે આપની વિરુદ્ધ જે ઊઠે છે તે સર્વ [ના હાલ] તે જુવાનના જેવા થાઓ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.32 રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” કૂશી ગુલામે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, યુવાનના જેવા તમારા સર્વ શત્રુઓના અને તમારી વિરુદ્ધ બળવો પોકારનારના હાલ થાઓ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પછી રાજાએ કૂશીને કહ્યું, “શું જુવાન આબ્શાલોમ તો ઠીક છે ને?” કૂશીએ જવાબ આપ્યો, “મારા માલિક, જે રાજાના શત્રુઓ, તને નુકસાન પહોંચાડવા તારી સામે ઊઠે છે તેમના હાલ તે જુવાન માણસ આબ્શાલોમના જેવા છે.” See the chapter |