Online Bible

- Advertisements -




૨ શમુએલ 18:18 - પવિત્ર બાઈબલ

18 પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આબ્શાલોમ જીવતો હતો, ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને માટે ઊભો કેયો હતો; કેમ કે તેને થયું હતું, “મારું નામ કાયમ રાખવા માટે માટે એકે દીકરો નથી.’ તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું. અને આજે પણ તે ‘આબ્શાલોમનો સ્મરણસ્તંભ’ કહેવાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આબ્શાલોમે, જયારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે, “મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી.” તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ આબ્શાલોમ રાખ્યું હતું, આજે પણ તે આબ્શાલોમના સ્મૃર્તિસ્તંભ તરીકે ઓળખાય છે.

See the chapter Copy




૨ શમુએલ 18:18

Follow us:

Advertisements


Advertisements