૨ શમુએલ 10:16 - પવિત્ર બાઈબલ16 હદારએઝેરે કાસદો મોકલીને ફ્રાત નદીની પેલે પારના પ્રદેશમાંથી બીજા અરામીઓને બોલાવ્યા, અને તેઓ હદારએઝેરના સેનાપતિ શોબાખની સરદારી હેઠળ હેલામ તરફ આગળ વધ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હદાદેઝેરે માણસ મોકલીને નદીની પેલી બાજુ રહેનારાં અરામીઓને તેડાવ્યા; અને તેઓ હદાદેઝેરના સેનાપતિ શોબાખની સરદારી નીચે હેલામમાં આવ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી હદાદેઝેરે માણસ મોકલીને ફ્રાત નદીની પેલી બાજુ રહેનાર અરામીઓના સૈન્યને બોલાવ્યું. તેના સૈનિકો હદાદેઝેરના સૈન્યના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા. See the chapter |