૨ રાજા 9:5 - પવિત્ર બાઈબલ5 તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા. તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે આવ્યો ત્યારે જુઓ, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાને કહ્યું, “હે સરદાર, હું તમારે માટે સંદેશો લાવ્યો છું.” યેહૂએ કહ્યું, “અમ સર્વમાંથી કોને માટે?” તેણે કહ્યું, “હે સરદાર, તમારે માટે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 ત્યાં તે લશ્કરી અધિકારીઓની બેઠકમાં ગયો. તેણે કહ્યું, “સાહેબ, તમારે માટે હું સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “અમારામાંથી તું કોને સંબોધીને બોલે છે?” તેણે જવાબ આપ્યો, “હે સેનાપતિ આપને.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે તે ત્યાં આવ્યો, ત્યારે, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાન પ્રબોધકે કહ્યું, “હે સરદાર, હું તમારે માટે સંદેશ લાવ્યો છું.” યેહૂએ પૂછ્યું, “અમારા બધામાંથી કોને માટે?” જુવાન પ્રબોધકે કહ્યું, “હે સરદાર, તારા માટે.” See the chapter |