૨ રાજા 7:7 - પવિત્ર બાઈબલ7 તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માટે સંધ્યાકાળ થતાં ઊઠીને તેઓ નાસી ગયા હતા. અને તેઓના તંબુઓને, તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાંને, એટલે છાવણી જેમ હતી તેમ ને તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેથી તે સાંજે અરામીઓ તેમના તંબૂ, ઘોડા અને ગધેડાં પડતાં મૂકી છાવણીને યથાવત્ છોડી દઈ જીવ લઈને ભાગી ગયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા. See the chapter |