૨ કાળવૃત્તાંત 5:11 - પવિત્ર બાઈબલ11 બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પવિત્રસ્થાનમાંથી યાજકો નીકળ્યા (જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યાં હતા, ને જેઓ પોતાનું વારાનું કામ કરતા નહોતા તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.11-14 પોતે કયા વારામાં કે જૂથના છે એનો ભેદ રાખ્યા વિના હાજર રહેલા સર્વ યજ્ઞકારોએ પોતાને સમર્પિત કર્યા. આસાફ, હેમાન અને યદુથૂન તથા તેના ગોત્રના સર્વ લેવીઓએ અળસીરેસાનાં વસ્ત્ર પહેર્યાં હતાં. લેવીઓ ઝાંઝ અને વીણા સાથે વેદીની પૂર્વગમ ઊભા હતા અને તેમની સાથે એક્સો વીસ યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હતા. રણશિંગડાં વગાડનારાઓએ અને ગાયકોએ એક સાથે તાલબદ્ધ રીતે પ્રભુની આભારસ્તુતિ કરવાની હતી. તેથી રણશિંગડાં વગાડતાંની સાથે જ તેમણે ઊંચે સાદે ગીત ગાયું: “પ્રભુની સ્તુતિ હો, કેમ કે તે ભલા છે અને તેમનો પ્રેમ સનાતન છે.” ત્યારે પ્રભુનું મંદિર એકાએક વાદળથી ભરાઈ ગયું. પ્રભુનું ગૌરવ મંદિરમાં વ્યાપી ગયું હોઈ યજ્ઞકારો ત્યાં આરાધના કરવા ઊભા રહી શક્યા નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં. See the chapter |