૨ કાળવૃત્તાંત 36:10 - પવિત્ર બાઈબલ10 ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો. See the chapter |