Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 35:15 - પવિત્ર બાઈબલ

15 આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દાઉદ આસાફ તથા હેમાન તથા રાજાના દષ્ટા યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના પુત્રો, એટલે ગવૈયાઓ, પોતપોતાની જગાએ ઊભા હતા. દ્વારપાળો પ્રત્યેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાના સેવાસ્થાનથી ખસવાની જરૂર નહોતી, કેમ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 35:15

Follow us:

Advertisements


Advertisements