૨ કાળવૃત્તાંત 35:14 - પવિત્ર બાઈબલ14 ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યાર પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું. હારુનના જે પુત્રો યાજકો હતા તેઓ રાત સુધી દહનીયાર્પણો તથા મેંદાર્પણ કરવામાં ગૂંથાયેલા હતા; માટે લેવીઓએ પોતાને માટે તથા હારુનના પુત્રો યાજકોને માટે, તૈયાર કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 એ કર્યા પછી લેવીઓએ પોતાને માટે તેમજ યજ્ઞકારો માટે માંસ રાખી લીધું; કારણ, આરોનવંશી યજ્ઞકારો છેક રાત સુધી પૂર્ણ દહનબલિ અને ધાન્યબલિની ચરબીનું દહન કરવામાં વ્યસ્ત રહ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું. See the chapter |