૨ કાળવૃત્તાંત 34:27 - પવિત્ર બાઈબલ27 આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા ઈશ્વરના વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું અંત:કરણ કોમળ થયું, તું તેની આગળ દીન બની ગયો, ને મારી આગળ દીન બનીને તેં તારાં વસ્ત્ર ફાડ્યાં ને મારી આગળ રુદન કર્યું માટે મેં તારું સાંભળ્યું છે, એમ યહોવા કહે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 અને યરુશાલેમ તથા તેના લોકને શિક્ષા કરવાની મારી ધમકી સાંભળીને તેં પશ્ર્વાતાપ કર્યો છે અને પસ્તાવામાં તારાં વસ્ત્ર ફાડયાં છે અને મારી આગળ રુદન કરીને તું દીન થઈ ગયો છે, તેથી મેં તારી પ્રાર્થના સાંભળી છે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે. See the chapter |