૨ કાળવૃત્તાંત 31:2 - પવિત્ર બાઈબલ2 તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના વારા પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, એટલે દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવવા માટે, તેમ જ સેવા કરવા તથા આભાર માનવા તથા યહોવાની છાવણીઓની ભાગળોમાં સ્તુતિ કરવાને માટે, યાજકો તથા લેવીઓને [નીમ્યા]. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના ક્રમ પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, બન્નેને એટલે યાજકોને તથા લેવીઓને તેણે નિશ્ચિત કામ નક્કી કરી આપ્યું. તેણે તેઓને દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવવા, તેમ જ સેવા કરવા, આભાર માનવા અને ઈશ્વરના સભાસ્થાનના પ્રવેશદ્વારે સ્તુતિ કરવાને માટે નીમ્યા. See the chapter |