૨ કાળવૃત્તાંત 31:1 - પવિત્ર બાઈબલ1 ત્યારબાદ હાજર રહેલાં બધા ઇસ્રાએલીઓ યહૂદાના ગામડાઓમાં પાછા ગયા, અને ત્યાંના પૂજાસ્તંભો તોડી પાડ્યાં, અશેરાદેવીની પ્રતિમાઓ, ટેકરી ઉપરનાં થાનકો અને વેદીઓ ભાંગી નાખ્યાં. અને સમગ્ર યહૂદા, બિન્યામીન, એફ્રાઇમ અને મનાશ્શાના વંશના પ્રદેશોમાંથી તેમનું નામનિશાન મીટાવી દીધું. એ પછી બધા ઇસ્રાએલીઓ પોતપોતાના ગામમાં પોતપોતાને ઘેર પાછા ફર્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે આ સર્વ પૂરું થયું. એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાના નગરોમાં ગયા. અને તેઓએ ઉચ્ચસ્થાનોને ભાંગીને ટુકડેટુકડાં કરી નાખ્યા તથા અશેરીમ મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઇમ તથા મનાશ્શામાંથી પણ ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનનાં નગરોમાં પાછા ગયા. See the chapter |