Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 28:9 - પવિત્ર બાઈબલ

9 ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો, જેનું નામ ઓદેદ હતું; જે સૈન્ય સમરુનમાં આવ્યું તેને તે મળવા ગયો, ને તેઓને કહ્યું, “જુઓ તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે, એથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે, તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે, ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્‍નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 28:9

Follow us:

Advertisements


Advertisements